બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

રવિવાર, 27 માર્ચ, 2011

એક હસ્તપ્રતનો અભ્યાસ

“વિક્રમાદિત્ય ચઊપાઈ : હસ્તપ્રત” એક પરિચય પ્રસ્તાવના હસ્તપ્રત એટલે હાથ વડે લખાયેલુ પુસ્તક. હસ્તપ્રત શબ્દ હસ્ત અને પ્રત આ બે પદો માંથી બનેલો છે.અને તેથી હસ્તપ્રતનો આવો અર્થ કરવામાં આવે છે. પરંતુ હસ્તપ્રતની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે. “કાગળ, કાપડ, તાડપત્ર, ભુર્જપત્ર અને અગરૂપત્ર જેવી નરમ સપાટી ઉપર હાથ વડે લખાયેલા પુસ્તકને હસ્તપ્રત કહેવામાં આવે છે.” ભારતમાં હસ્તપ્રતોનો વિપુલ વારસો સંગ્રહાયેલો છે. આ હસ્તપ્રતો ધાર્મિક, સામાજિક, રાજકિય, આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનેક મુલ્યવાન વિગતો આપતો આપણો અમુલ્ય ખજાનો છે. હસ્તપ્રતોના આ મહત્વને ધ્યાનમાં રાખીને ભારતના આ અમુલ્ય વારસાને બચાવવાના ઉદ્દેશ સાથે ભારત સરકારે હસ્તપ્રત અભિયાન પુર જોશમાં ચલાવ્યુ છે. પ્રસ્તુત તપાસ નિબંધ માટે એક હસ્તપ્રતને પસંદ કરી તેનો પરિચય અને અધ્યયન કરવાનું વિચાર્યુ છે. હસ્તપ્રતનું પ્રાપ્તિ સ્થાન પ્રસ્તુત તપાસ નિબંધ સારૂ ‘વિક્રમાદિત્ય ચઉપાઈ’ શીર્ષકની એક હસ્તપ્રત પસંદ કરવામાં આવી છે. આ હસ્તપ્રત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા(જિ.ગાંધીનગર) ખાતે આવેલા આચાર્ય શ્રી, કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં સંગૃહિત છે. તેનો નોંધણી ક્રમાંક ૧૪૬૯૧ છે. ‘વિક્રમાદિત્ય ચઉપાઈ’ શીર્ષકની એક સમાન વિષય વસ્તુ ધરાવતી પરંતુ જુદા જુદા લહિયાઓ દ્વારા લખાયોલી કુલ ત્રણ હસ્તપ્રતો પ્રાપ્ત કરી હતી. આ ત્રણેય હસ્તપ્રતોનું તુલનાત્મક અધ્યયન કરી શકાય તેમ હતું, પરંતુ ત્રણેય હસ્તપ્રતોના મુળ પાઠ વાંચનમાં સારો એવો સમય લાગે તેમ હોવાથી અને આ તપાસ નિબંધ એક વર્ષના સમય ગાળામાં રજુ કરવાનો હોવાથી તુલનાત્મક અધ્યયન નો વિચાર પડતો મુકવામાં આવ્યો અને ઉપર દર્શાવેલી એક જ હસ્તપ્રતનું અધ્યયન કરવાનું વિચાર્યુ. લેખન સપાટી વિક્રમાદિત્ય ચઉપાઈ શીર્ષકની આ હસ્તપ્રત કાગદી હસ્તપ્રત છે. આ હસ્તપ્રત હાથ બનાવટના જાડા સફેદ કાગળ ઉપર લખાયેલી છે. હસ્તપ્રતનો કાગળ કેટલેક સ્થાનેથી કિટક વડે નુકશાન પામેલો જોવા મળે છે. કેટલાક પૃષ્ઠોના ખુણાઓ નુકશાન પામેલા છે. હસ્તપ્રતનું માપ પ્રસ્તુત હસ્તપ્રત ૨૪ સેમી લંબાઈ અને ૧૧ સેમીની પહોળાઈ ધરાવે છે. આમ તે લંબચોરસ આકારની છે. હસ્તપ્રતની લંબાઈને સમાંતર લેખન કાર્ય થયેલું છે. પૃષ્ઠ સંખ્યા આ હસ્તપ્રત કુલ ૨૭ પૃષ્ઠ ધરાવે છે. પૃષ્ઠની આગળ અને પાછળ એમ બંને બાજુ લેખન કાર્ય થયેલું છે. પૃષ્ઠના અગ્રભાગ કરતાં પૃષ્ઠ ભાગમાં લખાણ ઉલટું જોવા મળે છે. દરેક પૃષ્ઠના પાછળના ભાગમાં જમણી બાજુ નીચેના ભાગમાં પૃષ્ઠ ક્રમાંક હાંસિયામાં આપેલા છે. હસ્તપ્રતનો પ્રકાર લેખનશૈલીને આધારે આ હસ્તપ્રત શૂડ કે શૂઢ પ્રકારની છે. કારણ કે તેનો સમગ્ર પાઠ કોઈપણ જાતના ભાગ પાડ્યા સિવાય હાથીની સુંઢની પેઠે સળંગ લખવામાં આવ્યો છે. બાંધણીની દ્રષ્ટિએ આ હસ્તપ્રત છૂટા પાનાની હસ્તપ્રત છે. તેમાં પત્રોની બાંધણી કરવામાં આવી નથી. હસ્તપ્રતનો સમય આ હસ્તપ્રત વિ.સં. ૧૭૨૩, ના નભ(શ્રાવણ) માસ, શુક્લ ૧૩(તેરસ), બુધવાર ના રોજ રચના થઈ હતી. જેની ઈ.સ. ૨૪ જુલાઈ,૧૬૬૭ ને બુધવાર. આ હસ્તપ્રત નો લેખન સમય વિ.સ. ૧૮૩૩, આસો સુદિ ૧૦ (દશમ) મંગળવાર જે ઈ.સ. ૨૨ ઓક્ટોબર ૧૭૭૬ ને મંગળવાર નો છે. આ પ્રતનું લેખન સ્થળ શ્રી રાજનગર (અમદાવાદ) છે. લેખનશૈલી હસ્તપ્રતનાં પ્રારંભમાં જ ।।શ્રી નાન વર્ધનજીહેત શત્કેની પ્રત શીતેરમી છે.।। એવું લખાણ જોવા મળે છે. જ્યારે હસ્તપ્રતનાં અંતમાં પુષ્પીકા જોવા મળે છે. સમગ્ર લખાણ બે હાંસિયાની વચ્ચે સુંદર અક્ષરોમાં કોઈપણ જાતનાં ભાગ પાડ્યા સિવાય કાળી શાહીથી લખેલું જોવા મળે છે. હસ્તપ્રતમાં જોવા મળતા બે હાંસિયાઓ પણ કાળી શાહીથી આંકવામાં આવ્યા છે. પૃષ્ઠના બંને છેડેથી એક ઈંચના અંતરે આ હાંસિયાઓ જોવા મળે છે. બે રેખાઓના અંકન દ્વારા દરેક હાંસિયા તૈયાર કરવામાં આવેલા છે. હસ્તપ્રતના પ્રારંભનાં ત્રણ પૃષ્ઠ ઉપર હાંસિયામાં ડાબી બાજુએ ઉપરનાં ભાગમાં હસ્તપ્રતનું શીર્ષક જોવા મળે છે. જ્યારે પૃષ્ઠ ક્રમાંક જમણી બાજુનાં હાંસિયામાં નીચેના ભાગમાં જોવા મળે છે. હસ્તપ્રતમાં કરવામાં આવેલા સુધારા કે ઉમેરવામાં આવેલા અક્ષરો હાંસિયામાં દર્શાવેલા છે. ક્યાંક સફેદાનો ઉપયોગ કરીને પણ પાઠને સુધારવામાં આવેલો છે. લિપિ આ હસ્તપ્રતની લિપિ નાગરી લિપિ છે. જે ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખવામાં આવે છે. ભાષા હસ્તપ્રતની ભાષા ગુજરાતી કે અપભ્રંશ ગુજરાતી જણાય છે. હસ્તપ્રતના મુળ પાઠમાં વિવિધ પ્રકારના છંદ અને રાગોનો ઉપયોગ થયેલો છે. લેખક-લહિયો આ હસ્તપ્રતના મુળ કર્તા કે લેખક સોમગણી છે. હસ્તપ્રતના મુળ રચનાકાર કે લહિયા જયતારણ છે. આ મેળવેલ પ્રતના લહિયા સુંદરસાગર છે. આ કથાને ખંભાતના સંઘ સમક્ષ રજુ કરનાર ગવૈયો લાભવર્ધન છે. પદ્યશૈલી આ હસ્તપ્રત પદ્યશૈલીમાં લખાયેલી છે. જેમાં દુહા અને ઢાલના સ્વરૂપમાં રજુ કરેલી છે. દરેક દુહા કે ઢાલમાં નિશ્ચિત સંખ્યામાં ગાથાઓ આવેલી છે. આ હસ્તપ્રતમાં કુલ ૨૭ ઢાલ છે, અને કુલ ૫૮૬ ગાથાઓ આપેલી છે. આ સિવાય પુષ્પીકામાં ૧૯ ગાથાઓ જોવા મળે છે. હસ્તપ્રતમાં કુલ ૬૦૫ ગાથા છે. હસ્તપ્રતની ઢાલ અલગ અલગ રાગમાં તૈયાર કરેલી છે. અને તે સંદર્ભે રાગ મલ્હાર, સિંધુ, કાફી, સોરઠ જેવા રાગોનો ઉપયોગ થયેલો છે.

મંગળવાર, 16 માર્ચ, 2010

કોમનવેલ્થસ રમતો

કોમનવેલ્થસ એ શું છે? કોમન્વેલ્થનો નો ઉદભવ ક્યાંથી થયો હતો?
કોમનવેલ્થ એ બ્રિટીશ સામ્રાજ્ય નીચે જે રાજ્યો હતા તેનું એક સંગઠન છે. ભારત પણ તેમનું એક છે. બ્રિટીશ સરકાર ના નેઝા હેઠળ વિશ્વમાં એક સમયે લગભગ ૭૦ જેટલા દેશ હતા અને તેની ઉપર તેઓ રાજ કરતા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ધીમે ધીમે તેનું આધિપત્ય ઘટતું ગયું. બ્રિટીશ સરકાર ના પંજા માંથી વિશ્વના દેશો આઝાદ થયા તેમાં ભારત પણ હતું. આ બધા દેશોને આઝાદી મળી ત્યારે વિશ્વ માં જુદા જુદા દેસોના સંઘો રચતા હતા. તેમ બ્રિટીશરોએ પણ એક સંઘ બનાવવાનું વિચાર્યું તેમાં તેને એવું નક્કી કર્યું કે એક સમયે આપને બધા (બ્રીટીશરો ના ગુલામો) એક સંઘ બનાવીએ તેમાં સાંસ્કૃતિક,વગેરે પ્રવુતિ કરવાનું નક્કી કર્યું, અને એક સંઘ ની રચના થઇ તે શરૂઆત માં બ્રિટીશ કોમનવેલ્થ તરીકે ઓળખાયો. પાછળ થી તે કોમનવેલ્થ તરીકે ઓઈખાય છે.
કોમનવેલ્થમાં આજે વિશ્વના લગભગ ૭૦ જેટલા દેશો જોડાયેલા છે. આ સંઘ દ્વારા દર ચાર વર્ષે વિશ્વમાં જુદી જુદી જગ્યાએ એક રમતોઉંત્સવ યોજાય છે. જે વિશ્વમાં બીજા ક્રમ ની સૌથી મોટી પ્રતિયોગીતા છે. તેમાં દર વર્ષે વિશ્વના દેશો જે બ્રિટિશરોના ગુલામ હતા તે શાન થી પોતાની ગુલામી ની યાદ તાજી કરે છે।
આ વર્ષે કોમનવેલ્થ રમતોત્સવ ભારતમાં (દિલ્હી) રમાંવવાનો છે।આ પ્રતિયોગીતા માં વિવિધ રમતીનું આયોજન કરવામાં આવશે, અને રંગારંગ કાર્યક્રમો કરવામાં આવશે. જેવી રીતે ચીન માં ઓલમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને ચીને પુરવાર કરી બતાવ્યું છે અમે પણ પ્રતિયોગીતા કરવા માટે સક્ષમ છીએ. આવીજ રીતે ભારત પણ પુરવાર કરવા માંગે છે કે અમે પણ વિશ્વ પ્રતિયોગીતા કરવા માટે સક્ષમ છીએ
કોમનવેલ્થ રમતો રમાડવા માટે ભારત સરકારે દિલ્હી માં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જેમાં દિલ્હી માં નવા ઓવર બ્રીજ બનાવ્યા છે. ટ્રાફિક ની સમસ્યા ના આવે તે માટે બટરફ્લાય બ્રીજ ની રચના કરીછે. દિલ્હી માં રમતો માટે એક નવું ખેલગાવ બનાવવામાં આવ્યું છે. ખેલાડીઓ ને રેહવા માટે પંચતારક હોટેલો ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોમનવેલ્થ રમતો રમાડવા માટે ભારત સરકારે દિલ્હી માં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. જેમાં દિલ્હી માં નવા ઓવર બ્રીજ બનાવ્યા છે. ટ્રાફિક ની સમસ્યા ના આવે તે માટે બટરફ્લાય બ્રીજ ની રચના કરીછે. દિલ્હી માં રમતો માટે એક નવું ખેલગાવ બનાવવામાં આવ્યું છે. ખેલાડીઓ ને રેહવા માટે પંચતારક હોટેલો ની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા મેદાનો આવ્યા છે. મેદાન થી કે કેલ્ગમ સુધીની નવી બસો સારું કરવામાં આવી છે. ખેલાડીને લઇ જવા માટે નવી બસો લાવવામાં આવી છે.ઘણા નવા બાંધકામો કરવામાં આવશે પાછળ ભારત સરકાર લગભગ ૮૦ હજાર કરોડ રૂપિયા નો ખર્ચો કરવામાં આવશે.જે ભારત જેવા ગરીબ દેસ ને કેમ કરીને પોસવાનું છે? આટલો ખર્ચો કર્યા પછી પણ આપણે આપણી ગુલામી ને જ યાદ કરવાની છે.

સોમવાર, 15 માર્ચ, 2010

કવિતા

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)
એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,જિંદગી એ રીતથી જીવ્યા કરે.
ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.
મીણબત્તી એમણે બૂઝવી દીધી,ને પછી દિવાસળી શોધ્યા કરે.
જાણ ખુદની છે છંતાયે એ હજુઅન્યને પોતા વિશે પૂછયા કરે.
જીવવાનું છે અહિં ઘોંઘાટમાંલાગણીને એ સતત પીંજયા કરે.
- મેઘબિંદુ

બુધવાર, 27 જાન્યુઆરી, 2010

ભારત ની પરમ્પરાગત અર્થવ્યવસ્થા

ભારત ની પરમ્પરાગત અર્થવ્યવસ્થા
પ્રાગ બ્રિટીશ ભારતીય અર્થવ્યવસ્થાને સામાન્યરીતે પરંપરાગત અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। પારંપારિક વ્યવસ્થા પરિવર્તનશીલ નથી હોતી. આવા સમાજમાં ઘણીવાર બાહ્ય સંપર્કને કારણે પરિવર્તન આવે છે. તેમાં પરદેશી આક્રમણો,યુદ્ધો,વિદેશો સાથેના વ્યાપાર સંબંધો. અને ખાસ કરીને પરદેસી શાસન,મહત્વનો ભાગ ભજવે છે.બ્રિટીશ શાસન પહેલા ભારતનું અર્થતંત્ર કેવા પ્રકાર નું હતું ? તે મુદ્દો હાલ ચર્ચાય રહ્યો છે. વેરા અનેસ્ટી, વિલિયમ કેપ, મોરીસ ડેવિડ મોરીસ જેવા વિદેશી વિદ્વાનોનો એવો દાવો છે કે બ્રિટીશ શાસન પહેલાનું ભારત નું સામંતશાહી અર્થતંત્ર ઘણી પછાત દશા માં હતું. અને બ્રિટીશ શાસનને પરિણામે ભારત આર્થીક વિકાસની દિશામાં ગતિશીલ બન્યું હતું.


જયારે તપનરાય ચૌધરી, ઈરફાન હબીબ, અમલેન્દુ બુહા અમીયાકુમાર બાગચી અને બિપીનચંદ્ર જેવા ઈતિહાસ કારોએ એવી દલીલો કરી છે કે,બ્રિટીશ શાસન ને પરિણામે ભારત આર્થીક રીતે પછાત રહેવા પામ્યું.એટલુ જ નહિ તેના પરંપરાગત ગૃહઉદ્યોગો પણ પડી ભાંગ્યા.તેથી આ વિવાદ ને તપાસવા માટે પહેલા પ્રાગ બ્રિટીશ કાલીન ભારતની અર્થવ્યવસ્થા ને સમજવી જરૂરી છે.

મધ્યકાલીન ભારતમાં જે અર્થવ્યવસ્થા હતી તે ૧૯મી સદીના મધ્યભાગ સુધી યથવાત રહી હતી તેમાં જે પરિવર્તન આવ્યું તે લગભગ ૧૮૫૦ પછી એટલે કે ભારતમાં તાજ ના સાશન પછી આવ્યું.
ભારતની પુરાતન વ્યવસ્થામાં ગામડું એક અગત્યનું આર્થીક તેમજ સામાજિક ઘટક હતું. આ ગામડાઓ એ અનેક રાજકીય ઉથલપાથલો જોય હતી.પરતું તેમનું સામાજિક આર્થીક માળખું કોઈપણ રાજ્યસત્તા ફેરવી સાકી ન હતી.

સોમવાર, 4 જાન્યુઆરી, 2010

અશોક ના શિલાલેખો

અશોક ના શિલાલેખો
શિલાલેખો ના પ્રકાર
૧. બૃહદ/ મોટા શિલાલેખ
૨. લઘુ શિલાલેખ
૩. સ્તંભ લેખ
૪. લઘુ સ્તંભ લેખ
૫. ગુફા લેખ
૬. વિદેશો માં મળતા શિલાલેખ


૧. બૃહદ/ મોટા શિલાલેખ
૧. શાહબાજગઢી (પાક)
૨. માંનસેહરા (પાક)
૩. કાલસી (દેહરાદુન)
૪. એરાગુડ્ડી (કુર્નુલ-અન્ધ્રાપ્રદેશ)
૫. ગીરનાર (ગુજરાત)
૬. જૌગઢ (ઉડીસા)
૭. ધૌલી (ઉડીસા)
૮. સોપારા (મહારાષ્ટ્ર)
૨. લઘુ શિલાલેખ
(કર્નાટક)
૧. સન્ન્તી
૨. નેત્તુર
૩. ગોતિમઢ
૪. પાલકીગુન્ડું
૫. સિધ્ધપુર
૬. બ્રહ્મગીરી
૭. જત્તિંગ રામેશ્વર
૮. ઉદ્દેગોલમ
(મધ્યપ્રદેશ)
૧ .ગૂર્જારા
૨. બુઘની
૩. રૂપનાથ
૪. સારોમારો
(આંધ્રપ્રદેશ)
૧. માસ્કી
૨। રાજુલ માંડ ગીરી
૩। એરાગુડ્ડી (કુર્નુલ)
(અન્ય)
૧।એહરોરા (ઉ। પ.)
૨। લાજપતરાયનગર(દિલ્હી)
૩। લાબ્રું(રાજસ્થાન)
૪। સાસાયમ(બિહાર)
૩. સ્તંભ લેખ
૧. દિલ્હી ટોપરા
૨. દિલ્હી મથુરા
૩. લોરિયા નંદગઢ(બિહાર-ચંપારણ)
૪. લોરિયા અરેરાજ (ચંપારણ)
૫. રામપુરવા (ચંપારણ)
૬। પ્રયાગ (ઈલ્હાબાદ-ઉ.પ.)
૪.લઘુ સ્તંભલેખ
૧. સાંચી (મ.પ.)
૨. સારનાથ (ઉ.પ.)
૩. પ્રયાગ (ઉ.પ.)
૪. રૂમીન્દેઇ (નેપાળ)
૫। નીગ્લવા સાગર (નેપાળ)
૫.ગુફાલેખ
૧.બારબરા (બંગાળ)
૬.વિદેશો માં મળતા શિલાલેખ
૧.લઘમાન
૨.તક્ષશિલા
૩। ગાંધાર