બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

ટેટ માટે સામાન્ય જ્ઞાન



  • નર્મદા છત્તીસગઢના અમરકંટકના પહાડી પ્રદેશમાંથી નીકળે છે।


  • કાવેરી નદી દક્ષીણની ગંગા કહેવાય છે.
    હીરાકુંડ યોજના ઓરિસ્સા રાજ્યમાં આવેલી મહાનદી પર છે.
    8મી ઓગષ્ટ 1942 ની રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
    1890માં બિહારનાં છોટાનાગપુર પ્રદેશમાં મુંડા વિદ્રોહ બિરસા મુંડાની નેતાગીરીમાં લડાયો.
    ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને તેમના અગાધ પાંડિત્ય માટે તેમને વિદ્યાસાગર ની ઉપાધિ આપવામાં આવી હતી.
    દિલ્લીના મુધલ બાદશાહે રાજા રામમોહનરાયને રાજા ની પદવી આપી.
    ઈ.સ. 1773 માં બ્રિટિશ પાર્લામેન્ટે નિયામક ધારો(રેગ્યુલેટિંગ એક્ટ) પસાર કર્યો.
    10મી મે 1857 ના રોજ મેરઠમાં વિપ્લવની શરૂઆત થઈ,
    41 વર્ષની ઉંમરે સુભાષચંદ્ર બોઝ 1938ના હરિપુરા કોંગ્રસ અઘિવેશનના પ્રમુખ બન્યા.
    હિંદ છોડો ચળવળમાં અમદાવાદના બજારો સાડા ત્રણ મહિના સુધી બંધ રહ્યા.
    HRMD એટલે Human Resource Development Ministry
    કનુ દેસાઈ, નંદલાલ બોઝ, રવિશંકર રાવળ, મકબુલ ફિદાહુસૈન, ભૂપેન ખખ્ખર વગેરે ચિત્રકળા ક્ષેત્રે સુપ્રસિદ્ધ નામો છે.
    1972ના વન્યજીવ સંરક્ષણધારા અન્વયે કોઈ પણ રાજ્ય સરકાર પોતાના રાજ્યના કોઈપણ વિસ્તારને તે અભ્યારણ તરીકે જાહેર કરી શકે છે.
    રાષ્ટ્રની કુલ આવકના 30% આવક ખેતીમાંથી મળે છે.
    રબર એ વૃક્ષના રસમાંથી મળે છે. કેરળ અને તામિલનાડુ એ રબર પકવતા મહત્વના રાજ્યો છે.
    ચરોતરને સોનેરી પાકનો મુલક કહેવામાં આવે છે.
    ઓસ્ટ્રેલિયા અને ભારતની કૃષિપેદાશમાં ઘણું સામ્ય છે.
    ઊની કાપડ ઉદ્યોગની સૌપ્રથમ મીલ કાનપુરમાં શરૂ થઈ હતી.
    ડેટ્રોઈટ એ મોટરોની રાજધાની કહેવાય છે.( ડેટ્રોઈટ એ હેન્ની ફોર્ડનું વતન છે.)

    1919માં જમશેદજી ટાટાની યાદમાં જૂના ગામ સાકચીનું નવું નામ જમશેદપુર કરવામાં આવ્યું.

    લિબરેશન ટાઈગર ઓફ તમિળ ઈલમ-(એલ.ટી.ટી. ઈ.) જેના દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

    વિશ્વવેપાર સંગઠન (World Trade Organization)

    ભારતે 1991માં નવી આર્થિક નીતિ અપનાવી છે.

    તમિલનાડુના પેરામ્બુરમાં રેલ્વેના વેગનોના ઉત્પાદનનું કારખાનું સ્થપાયું છે.

    ઈ.સ 2003 સુધીમાં આપણા દેશમાં 30 કૃષિ વિશ્વ વિદ્યાપીઠો કાર્યરત છે.

    કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસનો મૂળ આધાર માનવ સંસાધન પર રહે છે.

    એમેઝોન પ્રદેશના આદિમાનવને મન કોલસો એ માત્ર કાળો ખડક છે.

    બારડોલી તાલુકાના મેહસુલમાં 22 ટકો જેટલો ભારે કર વધારો કર્યો હતો.

    ખેડૂતોના ઉત્સાહને જોઈને કુંવરજીભાઈની વિનંતીથી વલ્લભભાઈ પટેલે મહેસુલ-વધારા સામે સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી.

    જપ્ત કરેલા પાકની ડુંગળી કાપવા બદલ મોહનલાલ પંડ્યાને 15 દિવસની સજા કરી.

    ચાર્લ્સ વુડની ભલામણથી ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં ત્રણ યુનિવર્સિટીની સ્થાપના થઈ. જે મુંબઈ, મદ્રાસ(ચેન્નઈ), અને કોલક્તા છે.

    રામકૃષ્ણ પરમહંસનો જન્મ હુગલી જિલ્લાના કામારપુર ગામમાં થયો હતો.

    લાલા હંસરાજે ઈ.સ.1889માં લાહોરમાં દયાનંદ એંગ્લો-વૈદિક કૉલેજની સ્થાપની કરી.

    કોર્નવોલિસના સમયમાં ટીપુ સાથે ત્રીજો મૈસુર વિગ્રહ થયો.

    પંજાબના લુધિયાણામાં શીખો દ્વારા ગુરૂભાઈ રામસિંહની આગેવાની હેઠળ કુકા આંદોલન થયું હતું.

    રામસિંહને બર્મામાં હદપાર કરવામાં આવ્યો હતો. જ્યાં 1885 માં 62 વર્ષની ઉંમરે તે મૃત્યું પામ્યો.

    જમીનદારો, શાહુકરો અને અંગ્રજ અધિકારીઓને ખતમ કરો. આ સુત્ર સંથાલોનું હતું.અને તેમણે સાહિબગંજમાં કેટલાક બ્રિટિશ અધિકારીઓને મારી નાખ્યા.

    રાણી ચેન્નમ્મા અંગ્રેજ સરકાર સામે લડનારી પ્રથમ વીરાંગના હતી.

    મનુષ્યને કુદરતે આપેલ શ્રેષ્ઠ બક્ષિસો પૈકી એક જમીન સંસાધન છે.

    ક્રાયોલાઈટ જેવી ધાતુ-ખનીજ જે ફક્ત કુદરતી સ્વરૂપે ગ્રીનલેન્ડમાંથી મળે છે.

    કાંપની જમીનો ખદર તરીકે ઓળખાય છે.

    કુદરતી પ્રક્રિયાના પરિપાકરૂપે મર્યાદિત જથ્થામાં મળી આવતા સંસાધનો વિરલ સંસાધનો તરીકે ઓળખાય છે.

    WHO (World Helth Organization) વિશ્વ આરોગ્ય સંગઠન ની સ્થાપના ઈ.સ.1948માં જીનિવા ખાતે કરવામાં આવી.

    આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનને(ILO) ઈ.સ.1969માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

    UNESCO-યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન નું મુખ્ય કાર્યાલય ફ્રાન્સના પેરિસ ખાતે રાખવામાં આવ્યું.

    ઈ.સ.1933માં કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરી છે.

    સુંદરીનું લાકડુ ટકાઉ અને મજબુત હોવાથી હોડીઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

    દરિયાકિનારાના ભરતીનાં જંગલોને મેન્ગ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    ભારતમાં અંગ્રેજો ઈ.સ.1818થી સર્વોપરી બન્યા.

    ઈ.સ. 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોઝનું નેતૃત્વ સંભાળ્યું.

    આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્દભવ યુરોપમાં થયો હતો.

    અમદાવાદમાં ભોળાનાથ દિવેટીયાના નેજા હેઠળ પ્રાર્થના સમાજ કાર્યરત બન્યો.

    ભારતમાં 21 મે ના દિવસને આંતકવાદ વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસે પેરામ્બલૂરમાં આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની હત્યા કરવામાં આવેલી.

    ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં આનંદશંકરધ્રુવનું વિષેશ પ્રદાન રહેલું છે.

    પીરોટન ટાપુઓ જામનગર જિલ્લામાં આવેલા છે.

    જહાજ ભાંગવાના ઉદ્યોગને લગતું બંગર સચાણા બંદર જામનગર જિલ્લામાં આવેલું છે.

    ગુજરાતમાં સૌથી વધુ ગામડા વડોદરા જિલ્લામાં છે.

    રાજકોટ જિલ્લાને સૌથી વધુ જિલ્લાની સરહદ સ્પર્શે છે.

    ગુજરાતનો દરિયા કિનારો ભરતીથી રચાયેલો અને ક્ષારીય કાદવ કીચડવાળો છે.

    ગુજરાતના દસ્તાવેજી ઈતિહાસકાળની શરૂઆત મૌર્યકાળથી થાય છે.

    ચંપારણમાં યુરોપિયન નિલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની તીનકઠીયા પદ્ધતિ અપનાવડાવી ખેડૂતોનું શોષણ કરતા હતા.

    શ્યામજીકૃષ્ણ વર્માનું અવસાન ઈ.સ.1930માં સ્વિટ્ઝરલેન્ડ ખાતે થયું.

    ગુજરાતમાં 30 રોજગાર વિનિમય કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં યુનિવર્સિટી કક્ષાએ પણ અનુસ્નાતકો માટે આવી 7 કચેરીઓ અસ્તિત્વ ધરાવે છે.

    ભાવ વધારોએ આપણી આર્થિક સમસ્યા છે.

    1986માં ગ્રાહક સુરક્ષા ધારો પસાર કરવામાં આવ્યો. તે અન્વયે ગ્રાહકોના હકોનું રક્ષણ થઈ શકે છે.

    એની બેસન્ટે ધી કોમનવિલ અને ન્યુ ઈન્ડિયા દૈનિક દ્વારા હોમરૂલનો પ્રચાર કર્યો.

    ક્રાંતિવીરો વચ્ચેના સંપર્કનું માધ્યમ એટલે દુર્ગાભાભી. તેમના પતિ ભગવતીચરણ બહોરા મૂળ ગુજરાતી નાગર બ્રાહ્મણ હતા.

    ભારતમાં આધુનિક કાપડ ઉદ્યોગની શરૂઆત 1854માં મુંબઈ ખાતે અને ગુજરાતમાં 1861માં અમદાવાદ ખાતે થઈ હતી.

    અંગ્રેજોએ ફિરંગી(પોર્ટુગીઝો) પાસેથી મુંબઈનો ટાપુ ખરીદ્યો હતો.

    સિવિલ સર્વિસની સાચી શરૂઆત કરનાર કોર્નવોલિસ હતો. તેને કાયદાનું પુસ્તક તૈયાર કરાવ્યું જે કોર્નવોલિસ કોડ છે.