કાવેરી નદી દક્ષીણની ગંગા કહેવાય છે.
હીરાકુંડ યોજના ઓરિસ્સા રાજ્યમાં આવેલી મહાનદી પર છે.
8મી ઓગષ્ટ 1942 ની રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
1890માં બિહારનાં છોટાનાગપુર પ્રદેશમાં મુંડા વિદ્રોહ બિરસા મુંડાની નેતાગીરીમાં લડાયો.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને તેમના અગાધ પાંડિત્ય માટે તેમને વિદ્યાસાગર ની ઉપાધિ આપવામાં આવી હતી.
દિલ્લીના મુધલ બાદશાહે રાજા રામમોહનરાયને રાજા ની પદવી આપી.
ઈ.સ. 1773 માં બ્રિટિશ પાર્લામેન્ટે નિયામક ધારો(રેગ્યુલેટિંગ એક્ટ) પસાર કર્યો.
10મી મે 1857 ના રોજ મેરઠમાં વિપ્લવની શરૂઆત થઈ,
41 વર્ષની ઉંમરે સુભાષચંદ્ર બોઝ 1938ના હરિપુરા કોંગ્રસ અઘિવેશનના પ્રમુખ બન્યા.
હિંદ છોડો ચળવળમાં અમદાવાદના બજારો સાડા ત્રણ મહિના સુધી બંધ રહ્યા.
HRMD એટલે Human Resource Development Ministry
કનુ દેસાઈ, નંદલાલ બોઝ, રવિશંકર રાવળ, મકબુલ ફિદાહુસૈન, ભૂપેન ખખ્ખર વગેરે ચિત્રકળા ક્ષેત્રે સુપ્રસિદ્ધ નામો છે.
1972ના વન્યજીવ સંરક્ષણધારા અન્વયે કોઈ પણ રાજ્ય સરકાર પોતાના રાજ્યના કોઈપણ વિસ્તારને તે અભ્યારણ તરીકે જાહેર કરી શકે છે.
રાષ્ટ્રની કુલ આવકના 30% આવક ખેતીમાંથી મળે છે.
રબર એ વૃક્ષના રસમાંથી મળે છે. કેરળ અને તામિલનાડુ એ રબર પકવતા મહત્વના રાજ્યો છે.
ચરોતરને સોનેરી પાકનો મુલક કહેવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા અને ભારતની કૃષિપેદાશમાં ઘણું સામ્ય છે.
ઊની કાપડ ઉદ્યોગની સૌપ્રથમ મીલ કાનપુરમાં શરૂ થઈ હતી.
ડેટ્રોઈટ એ મોટરોની રાજધાની કહેવાય છે.( ડેટ્રોઈટ એ હેન્ની ફોર્ડનું વતન છે.)
1919માં જમશેદજી ટાટાની યાદમાં જૂના ગામ સાકચીનું નવું નામ જમશેદપુર કરવામાં આવ્યું.
લિબરેશન ટાઈગર ઓફ તમિળ ઈલમ-(એલ.ટી.ટી. ઈ.) જેના દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
વિશ્વવેપાર સંગઠન (World Trade Organization)
ભારતે 1991માં નવી આર્થિક નીતિ અપનાવી છે.
તમિલનાડુના પેરામ્બુરમાં રેલ્વેના વેગનોના ઉત્પાદનનું કારખાનું સ્થપાયું છે.
ઈ.સ 2003 સુધીમાં આપણા દેશમાં 30 કૃષિ વિશ્વ વિદ્યાપીઠો કાર્યરત છે.
કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસનો મૂળ આધાર માનવ સંસાધન પર રહે છે.
એમેઝોન પ્રદેશના આદિમાનવને મન કોલસો એ માત્ર કાળો ખડક છે.
બારડોલી તાલુકાના મેહસુલમાં 22 ટકો જેટલો ભારે કર વધારો કર્યો હતો.