બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

રવિવાર, 1 ઑક્ટોબર, 2023

પ્રશ્નબેંક સોલ્યુશન સામાજિક વિજ્ઞાન ધોરણ -8 તા. 30-09-2023

 સામાજિક વિજ્ઞાન વિષયની ધોરણ -8 ની લેવાયેલ 30-09-2023 ની એકમ કસોટી માટેના પ્રશ્નબેંકનું સંપૂર્ણ સોલ્યુશન pdf file માં નીચેની લીંક દ્વારા ડાઉનલોડ કરો.

Download Paper Solution Click Here. 




સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

7 મુ પગારપંચ:કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DA વધારાના સમાચાર

 


કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2023 ના બીજા મોંઘવારી ભથ્થામાં વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

DA વધારાના સમાચાર: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ 2023 માટે મોંઘવારી ભથ્થા (DA) વધારાના બીજા રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તાજેતરના અહેવાલો મુજબ સકારાત્મક વિકાસ થયો છે. કેન્દ્ર ટૂંક સમયમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવા તૈયાર છે.

અહેવાલો અનુસાર, નવરાત્રિ અને દિવાળી વચ્ચે ડીએમાં વધારાની જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી શકે છે. જ્યારે અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવશે, આ આંકડો વધુ વધી શકે છે.

💲💲💲


ઔદ્યોગિક કામદારો માટેના નવીનતમ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) પર આધારિત DA ગણતરી માટેના સૂત્ર મુજબ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 4 ટકાનો વધારો થવાની સંભાવના છે, ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે. આ એક મોટી વૃદ્ધિ તરીકે આવે છે કારણ કે કર્મચારીઓ 3 ટકાના વધારાથી ડીએનો આંકડો 45 ટકા સુધી લઈ જવાની અપેક્ષા રાખતા હતા. 2023ની શરૂઆતમાં 4 ટકાના વધારાના સમાન વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ 46 ટકા થઈ જશે.


ગયા મહિને ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાની માંગ કરી રહ્યા છીએ. પરંતુ મોંઘવારી ભથ્થામાં વધારો ત્રણ ટકાથી થોડો વધારે છે. સરકાર DAમાં દશાંશ બિંદુથી વધુ વધારો કરવાનું પરિબળ ધરાવતી નથી. આમ ડીએ ત્રણ ટકા વધીને 45 ટકા થવાની શક્યતા છે.”


કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2023 નો બીજો DA વધારો, જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે, તે 7મા પગાર પંચના નિયમો હેઠળ 1 જુલાઈ, 2023 થી અમલમાં આવશે.


શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

N.M.M.S પ્રશ્નપત્ર 2011 થી 2021 સુધીના


N.M.M.S ના જુના પશ્નપત્રો મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. 





આન્સર કી મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
 
N.M.M.S ની પ્રેકટીસ બુક મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. 

N.M.M.S. પ્રેકટિસ બુક

 N.M.M.S.  ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ની પ્રેકટીસ બુક મેળવો. 

"નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ" (National Means-Cum-Merit Scholarship - NMMS) ગુજરાત અને અન્ય ભારતના અન્ય રાજ્યોમાં શૈક્ષણિક સહાય માટે આપવામાં આવતી સરકારની યોજના છે. આ સ્કોલરશિપ યોજના નેશનલ મીન્સ પરીક્ષા (National Means Test) પર આધાર રાખે છે, જે મધ્યમિક શિક્ષણમાં તાલીમ મેળવવાની સામર્થ્યવાળા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે. આ સ્કોલરશિપનો લાભ માત્ર ગુજરાત જેવા કેટલાંક ભારતનાં રાજ્યોમાં મેળવી શકાય છે

આ પરીક્ષાનું પશ્નપત્ર બે વિભાગમાં કુલ 180 ગુણનું લેવામાં આવે છે. જેમાં,

વિભાગ-1 માં માનસિક અભિયોગ્યતા કસોટી 90 ગુણ અને

વિભાગ-2 માં શાળાકિય અભ્યાસ યોગ્યતા કસોટી 90 ગુણ ( ગણિત-20 ગુણ, સામાજિક-35 ગુણ અને                                     વિજ્ઞાન-35 ગુણ) એમ કુલ 180 ગુણ હોય છે.

આ પરીક્ષાની તૈયારી માટે નીચે આપેલ બુક ખૂબ ઉપયોગી છે.




N.M.M.S પરીક્ષાના જુના લેવાયેલા પ્રશ્નપત્રો અને આન્સર કી મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

ભારતના સાંંસ્કૃતિક વારસાનાં સ્થળો ધોરણ-10 સામાજિક વિજ્ઞાન

 ધોરણ-10 નાં પ્રકરણ -6 ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થોળો 

  • પ્રકરણ વિશેની સંપૂર્ણ સમજ અને રંગીન ચિત્રો.
  • હેતુલક્ષી પશ્નો
  • વિવિધ MOST IMP પ્રશ્નો અને જવાબો
PDF FILE માં અહીં આપેલ છે. જે ખૂબ ઉપયોગી છે.



માહિતી રસપ્રદ અને ઉપયોગી જણાય તો બીજા સાથે શેર કરો.
આ પોસ્ટ વિશેના તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટમાં જણાવો.

મંગળવાર, 19 સપ્ટેમ્બર, 2023

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023


શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2023 | Shramyogi Shikshan Sahay Yojana In Gujarati


બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ શ્રમયોગી શિક્ષણ સહાય સહાય યોજના શરૂ કરવામાં આવી છે. 


આ લેખ માં શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.




શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે?

રાજ્ય માં બાંધકામ વ્યવસાય માં જોડાયેલા જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકો ના બાળકો જે ઉચ્ચતર અભ્યાસ અને શિક્ષણ માં આગળ વધી તેનું બાળક પણ ડોકટર, એન્જિનિયર બને તેવા હેતુસર તેના માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. 




યોજના નું નામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના

વિભાગ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત

લાભાર્થી ગુજરાત ના બાંધકામ શ્રમિકો ના બાળકો

મળવાપાત્ર સહાય રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય

સતાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/

હેલ્પલાઈન નંબર 079-25502271

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ના નિયમો

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

બાંધકામ શ્રમિકે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જો બાંધકામ શ્રમિકના બે બાળકોને જ સહાય મળવા પાત્ર રહેશે. તે બંને બાળકના અલગ અલગ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.

બાંધકામ શ્રમયોગીના બાળકો ની ઉંમર વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.

જે તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો તે જ વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવા પાત્ર રહેશે નહીં.

જે બાળકો ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તે બાળકોને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.

અરજદાર હોય ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ શકે છે.



બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે 30,000 સુધી ની સહાય આપવામાં આવશે.

ધોરણ


સહાયની રકમ


હોસ્ટેલ સાથે


ધોરણ ૧ થી ૪


રૂા. ૫૦૦/-



ધોરણ ૫ થી ૯


રૂા. ૧૦૦૦/-



ધોરણ ૧૦ થી ૧૨


રૂા. ૨,૦૦૦/-


રૂ ૨,૫૦૦/-


આઇ.ટી.આઇ.


રૂા. ૫,૦૦૦/-



પી.ટી.સી.


રૂા. ૫,૦૦૦/-



ડિપ્‍લોમાં કોર્ષ


રૂા. ૫,૦૦૦/-


રૂ. ૭,૫૦૦/-


ડીગ્રી કોર્ષ


રૂા. ૧૦,૦૦૦/-


રૂ. ૧૫,૦૦૦/-


પી.જી. કોર્ષ


રૂા. ૧૫,૦૦૦/-


રૂ. ૨૦,૦૦૦/-


પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ


રૂા. ૧૫,૦૦૦/-


રૂ. ૨૦,૦૦૦/-


મેડીકલ/એન્‍જિનીયરીંગ/ એમ.બી.એ./એમ.સી.એ./ આઇ.આઇ.ટી.


રૂા. ૨૫,૦૦૦/-


રૂ. ૩૦,૦૦૦/-


પી.એચ.ડી


રૂા. ૨૫૦૦૦/-



શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Shikshan Sahay Yojana

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.


વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઇડ સર્ટિફિકેટ

આધાર કાર્ડ

બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક

વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું રીઝલ્ટ

શાળા કે કોલેજમાં ફી ભર્યા ની રીસીપ્ટ

જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંબંધી પત્રક ભરવાનું રહેશે



યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? – Apply Online For Yojana Gujarat

અરજદાર https://sanman.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે.


સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ મળશે. 



રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે. 



ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરવાનું રહેશે. 


પછી તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે. 



હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે. 



ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે. 



પછી તમારે Personal Details ભરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું રહેશે. અને Save બટન ક્લિક કરવાનું રહેશે. 



પછી તમારે Scheme Details ભરવાની રહેશે જેમાં અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે. 



પછી તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે. 


નોંધ : ડોક્યુમેંટ્સ ની જેરોક્ષ માં તમારી સાઇન કરી સ્વપ્રમાણિત કરી ને ઉપલોડ કરવાના રહેશે. અને તેની સાઈજ 1 MB ની અંદર હોવી જોઈએ. 




ડોક્યુમેંટ્સ અપલોડ કર્યા બાદ તમારે નિયમો વાંચી ને હું ઉપર ની બધી શરતો થી સહમત છું. સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.



હવે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને રાખવા તેની મદદ થી તમે તમારી અરજી ની સ્થિતિ ચેક કરી શકો છો. 


આ પણ વાંચો :



વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે? 


જ :  બાંધકામ શ્રમિક ના બાળકો ને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી ના અભ્યાસ માટે ને રૂ 1800 થી 20000 ની સહાય આપવામાં આવશે.


પ્ર.2 : શિક્ષણ સહાય માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?  


જ : શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.


પ્ર.3 : શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?


જ : અરજદાર https://sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.



શનિવાર, 16 સપ્ટેમ્બર, 2023

પ્રશ્નબેંક એકમ-10 ખનિજ અને ઉર્જાસંસાધન ધોરણ-8

ધોરણ-8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ-10 ખનિજ અને ઉર્જા સંસાધનની પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લીક કરો. Download click here.